ધાર્મિક ખર્ચ 100 કરોડ શૈક્ષણિક ખર્ચ શૂન્ય

 *🙏🙏🙏👉👉અંદાજિત 40 લાખના  દેવીપૂજક સમાજનાં લોકોએ કોઠા તેમજ અન્ય મંદિરોમાં ધાર્મિક બાબતે અંદાજિત જાણે અજાણે અંદાજિત 100 (સો) કરોડ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે અને સામે સમાજનો વિકાસ શૂન્ય બરાબર છે. આજ ખર્ચના ફક્ત 10% જેટલો ખર્ચ જો શૈક્ષણિક બાબતમાં કરવામાં આવે તો દેવીપૂજક સમાજના વિકાસમાં ઘણો ફેર પડે. શૈક્ષણિક તાલીમ વર્ગના અભાવે દેવીપૂજક સમાજના સ્પર્ધાત્મક પરીક્ષા માં ભાગ લેતા 100% વિદ્યાર્થીઓ માંથી માંડ 2% વિદ્યાર્થીઓ જ પાસ કે પસંદગી પામતાં હોય છે. બાકીના 98% વિદ્યાર્થીઓ જેટલી ભરતી બહારના સમાજના તાલીમ પામેલ અને મહેનતુ વિદ્યાર્થીઓ આપણાં ભાગની જગ્યાઓમાં ભરતી થઈ જાય છે. દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા છેલ્લા બેઠી ત્રણવાર કલાર્ક કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા ના તાલીમ વર્ગ, રાહત દરે ચોપડા આપવા,  શૈક્ષણિક ઈનામ વિતરણ કાર્યક્રમ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ  આર્થિક ભંડોળ /દાન ના અભાવે કાર્યક્રમો રદ કરવા પડે છે. સમાજમાં ઘણા ઓફીસરો તેમજ વ્યાપારી વર્ગ આ કાર્ય પોતે ધારેતો એકલા કરી શકે તેમ છે. મિત્રો આ વર્ષે પણ દેવીપૂજક ટ્રસ્ટ દ્વારા કલાર્ક કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા ના તાલીમ વર્ગ, રાહત દરે ચોપડા આપવા,  શૈક્ષણિક ઈનામ વિતરણ કરવાનું આયોજન છે. તો સમાજના શિક્ષિત અને સમજદાર વર્ગ   આ કાર્યમાં દાન કે બીજી કોઈ રીતે આ કાર્યમાં સહકાર આપવા વિનતી સામાજિક અને શૈક્ષણિક કાર્યમાં દાન  દ્વારા મદદરૂપ થવા www.devipujaktrust.com પરથી સીધા ઓન લાઈન જમા કરાવી શકાય છે કર રાહત 80G નું પ્રમાણપત્ર વેબસાઈટ પર મૂકેલ છે જય માતાજી જય દેવિપૂજક સમાજ કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ 🤝✊✊🙏🙏🙏9327691605*

Comments

Popular posts from this blog

📓📔📗📕 રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ 📓📔📗📕