સામૂહિક પ્રશ્નો ના નિકાલ માટે શું કરવું જોઇએ ?90 થી 95 % રામ નવમી
*🙏🙏🙏સામાજિક પ્રશ્નોના નિકાલ માટે સમાજના તમામ મંડળો સંસ્થાઓ અને કાર્યકરોએ સમાજના દરેક વ્યક્તિ સુધી સામાજિક પ્રશ્નોની જાણકારી આપવી જરૂરી છે. 👈👈👈તેમને સાથે રાખીને સરકાર પાસે માંગણી કરવામાં આવે તો પ્રશ્નોનું નિકાલ આવી શકે. અને આ કામ રાજકીય પાર્ટીઓમાં જોડાયેલ કાર્યકરો કરતા નથી. ત્યાર બાદ પાર્ટીઓના હાથા બનેલ આજ કાર્યકરો 20 કે 25 ટોળામાં કે 100 સુધીના ટોળામાં જઈને મુખ્યમંત્રી કે વડાપ્રધાન ઓફિસ જઈને કેટલીક માંગણી પત્ર લખીને આપે છે. ઓફિસ વાળા આ પત્ર લઈ લે છે અને બે ત્રણ તેમની સાથેના ફોટા પાડી ગ્રુપમાં મૂકી દે છે. ત્યાર બાદ મુખ્યમંત્રી કે વડાપ્રધાન ઓફિસ થી કોઈ કામ થતા નથી. કારણ રાજકીય પાર્ટીઓ અને પાર્ટીઓમાં કામ કરનાર ગણ્યા ગાંઠ્યા કાર્યકરોને ખબર હોય છે કે તેમની સાથે તેમનો સમાજ નથી. પોતે ગણ્યા ગાંઠ્યા માણસો જ છે. માટે સમાજના તમામ મંડળો સંસ્થાઓ સામાજિક કાર્યકરો અને રાજકીય પાર્ટીઓના તમામ હોદ્દેદારોને નમ્ર વિનંતી કે આપના વિસ્તારના તમામ દેવીપૂજકોને એ અવશ્ય સમજાવો કે સમાજના સ્થાનિક પ્રશ્નો અને સમગ્ર સમાજના પ્રશ્નો વચ્ચે શું તફાવત છે ? સમાજના સ્થાનિક પ્રશ્નો ના નિકાલ માટે આપણે શું કરવું જોઈએ અને સમગ્ર સમાજના સામૂહિક પ્રશ્નો ના નિકાલ માટે શું કરવું જોઇએ ? સામૂહિક એકતા શું છે ? નોંધ : સમાજના સામૂહિક પ્રશ્નો ની જાણ સમગ્ર સમાજના અંદાજિત 5 થી 10 % લોકોજ માહિતગાર છે અને તેમાં પણ કુલ સમાજનો અડધો ટકો લોકો પણ સમાજના પ્રશ્નોના નિકાલ માટે સુસન્મત કે પ્રયત્નશીલ નથી. બાકીના સમાજના 90 થી 95 % લોકો એવા છે કે જેમને સમાજના પ્રશ્નો શું છે ? સરકારની નીતિઓ કાયદાઓ અને ફાયદાઓ સમાજને ક્યાં ક્યાં નડે છે ? આવી કોઈજ માહિતી નથી. અને જ્યારે સમાજના 90 થી 95 % લોકો ની સમજણનો આટલો મોટો તફાવત હોય તો સમાજનો સાથ પણ ક્યાંથી મળે અને સમાજના પ્રશ્નોનો નિકાલ પણ ક્યાંથી આવે? માટે સમાજના તમામ શિક્ષિતો, સરકારી કર્મચારીઓ, વકીલો, ડોકટરો, શિક્ષકો, મંડળો સંસ્થાઓ ,સામાજિક અને રાજકીય પાર્ટીઓ ના કાર્યકરોને મારી નમ્ર વિનંતી કે જો તમે ખરેખર સમાજના પ્રશ્નોનું સામાજિક અને રાજકીય રીતે નિકાલ કરવા માંગતા હોય તો આજથીજ તમારા કુટુંબ, મહોલ્લા અને સમાજમાં સમાજના સ્થાનિક અને સામૂહિક પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી સમાજના દરેક લોકોને જાગૃત કરવા અને સામૂહિક રીતે નિકાલ કરવા ના પ્રયત્ન કરવામાં જોડાય જવા વિનતી. જય માતાજી 🙏🙏🙏જય દેવીપૂજક સમાજ 🤝✊✊🙏🙏🙏કિરીટ દંતાણી એડવોકેટ દેવીપૂજક ટ્રસ્ટ 9327691605.*
Comments
Post a Comment